Connect Gujarat
ગુજરાત

સુરત: શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવાની કામગીરી સોપાય ,વિરોધ થતા મનપાએ નિર્ણય પરત ખેંચ્યો

સુરત: શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવાની કામગીરી સોપાય ,વિરોધ થતા મનપાએ નિર્ણય પરત ખેંચ્યો
X

કાપડ નગરી સુરતમાં શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો અહવે સ્મશાનમાં જોવા મળશે. સુરતમાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે અને મૃત્યુ આંક સતત વધી રહ્યો છે મહાનગર પાલિકાએ શિક્ષકોને સ્મશાનમાં આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી સોપવામાં આવતા વિવાદ થયો હતો જેના પગલે મહાનગર પાલિકાએ નિર્ણય પરત ખેંચી લીધો હતો.

સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.

8-8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપવામાં આવી હતી જો કે આ બાબતે વિવાદ થયો હતો અને શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી હતી જેના પગલે મહાનગર પાલિકા દ્વારા વિવાદિત નિર્ણય પરત ખેંચી લીધો હતો.

Next Story