Connect Gujarat
સુરત 

સુરત : મહિધરપુરા એસ.ટી. બસ ડેપોમાં યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર...

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપોમાં અજાણ્યા યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

સુરત : મહિધરપુરા એસ.ટી. બસ ડેપોમાં યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર...
X

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપોમાં અજાણ્યા યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

મળતી માહિતી અનુસાર, મહિધરપુરા વિસ્તારમાં આવેલ એસ.ટી. બસ ડેપોની સામેના ભાગમાં આવેલ ખુલ્લા મેદાનની ઝાડીઝાંખરમાં એક અજાણ્યા યુવકે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે મહિધરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, યુવકના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. પોલિસે અક્સ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it