રાજીવ ગાંધીની જેમ મને પણ સ્યુસાઇડ બૉમ્બ દ્વારા મારી નાખવાના પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવશે : હાર્દિક પટેલ

New Update
રાજીવ ગાંધીની જેમ મને પણ સ્યુસાઇડ બૉમ્બ દ્વારા મારી નાખવાના પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવશે : હાર્દિક પટેલ

આજરોજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની આજરોજ સુરેન્દ્રનગરના બલદાણા ખાતે જનઆક્રોસ સભા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ પણ હાજર હતા. આ સમયે એક અજાણ્યા હિન્દી ભાષી શખ્સે સ્ટેજ પર ચડી હાર્દિક પટેલના સંબોધન સમયે તેને લાફા વાળી કરી હતી. જે બાદ કેટલાક યુવાનો એ સ્ટેજ પર ચડી લાફો મારનાર શખ્સને કપડાં કાઢી ઢોર માર માર્યો હતો. તો સાથેજ ત્યાં હાજર રહેલી મહિલાઓ એ પણ મેથીપાક ચખાડ્યો હતો. તો ત્યારબાદ સુરેન્દ્રનગર પોલીસે શખ્સની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.

જે બાદ કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ભાજપના કેટલાક લોકો નથી ઇચ્છતા કે 25 વર્ષનો એક યુવાન ભાજપ વિરુદ્ધ બોલે લોકો સુધી એનો અવાજ પહોંચે તે માટે આ પ્રકારના કાવતરા કરે છે. મને લાગે છે કે રાજીવજી ની જેમ જ મને પણ સ્યુસાઇડ બોમ્બર દ્વારા મારી નાખવાના તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ના મતદાનને હવે ગણતરીના દિવસોજ બાકી બચ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને દ્વારા પોતાના સ્ટાર પ્રચારકો મેદાને ઉતારવામાં આવ્યા છે.