અમદાવાદ ઇન્દોર હાઇવે પર ગાય આડી આવી જતા કાર પલટી ખાતા ચારના મોત,એક ઈજાગ્રસ્ત
જાણવા મળ્યા મુજબ ગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.