ગીર સોમનાથ: હત્યાને હીટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાસ, સગીરે ગર્લ્ડફ્રેન્ડ સાથે મળી બહેનને હેરાન કરતા યુવાનને પતાવી દીધો !
ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.