વલસાડ : ઓનલાઇન તોડ કરતો નકલી પોલીસકર્મી ઝડપાયો, વાપીના ટિંકું જ્વેલર્સમાંથી પડાવ્યા હતા રોકડા
વલસાડ જિલ્લાના વાપીમાં શખ્સે જ્વેલર્સ માલિકને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા ખંખેરનાર એક નકલી પોલીસ બનીને આવેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપીમાં શખ્સે જ્વેલર્સ માલિકને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા ખંખેરનાર એક નકલી પોલીસ બનીને આવેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં DRIએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. DRIએ સ્થળ પરથી અંદાજે રૂ. 25 કરોડની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા.
વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું.
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં આતંક મચાવનાર દીપડો વન વિભાગની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો,ખૂંખાર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહીને ભાજપ સરકાર પર કટી રાજના આક્ષેપ કર્યા હતા.