ભરૂચ: મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો
ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી.
ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી.
ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપો પણ ઉડી ગયા
ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતા
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી
સૌરાષ્ટ્ર -કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અનેક સ્થળોએ 23 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.
અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે કમોસમી વરસાદ વરસવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી