Connect Gujarat
ટેકનોલોજી

TRAIનો પ્રસ્તાવ : ફ્રી વોટ્સએપ, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ કોલ હવે થઈ શકે છે સમાપ્ત..!

ફ્રી કોલિંગ સિસ્ટમ હવે Whatsapp, Facebook, Instagram અને Google Duo જેવી તમામ એપ્સ પર સમાપ્ત થઈ શકે છે

TRAIનો પ્રસ્તાવ : ફ્રી વોટ્સએપ, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ કોલ હવે થઈ શકે છે સમાપ્ત..!
X

ફ્રી કોલિંગ સિસ્ટમ હવે, Whatsapp, Facebook, Instagram અને Google Duo જેવી તમામ એપ્સ પર સમાપ્ત થઈ શકે છે. જો TRAIના પ્રસ્તાવને લાગુ કરવામાં આવે છે, તો યુઝર્સને આ એપ્સ દ્વારા કોલ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.

ફ્રી કોલિંગ સિસ્ટમ હવે Whatsapp, Facebook, Instagram અને Google Duo જેવી તમામ એપ્સ પર સમાપ્ત થઈ શકે છે. જો, TRAIના પ્રસ્તાવને લાગુ કરવામાં આવે છે, તો યુઝર્સને આ એપ્સ દ્વારા કોલ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. રિપોર્ટ્સ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને ઈન્ટરનેટ-આધારિત કૉલ્સનું નિયમન કરવાના બાદમાંના પ્રસ્તાવ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા કહ્યું છે. TRAIએ વર્ષ 2008માં આ પ્રસ્તાવ પાછો મોકલ્યો હતો.

કારણ કે, તે સમયે ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટ હજુ તેના પ્રારંભિક તબક્કામાં હતું. તે સમયે ટ્રાઈએ એમ પણ કહ્યું હતું કે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs)ને સામાન્ય ટેલિફોન નેટવર્ક પર ઈન્ટરનેટ કોલ્સ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પરંતુ આ માટે તેઓએ ઇન્ટરકનેક્શન ફી ચૂકવવી પડશે. પરંતુ આ માટે તેમને ઘણી સુરક્ષા એજન્સીઓનું પાલન પણ કરવું પડશે.

જોકે, DoTએ હવે આ પ્રસ્તાવ પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે, અને TRAIને આ બધા પર સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. દેશમાં નવી ટેક્નોલોજીના કારણે બદલાતા ટેકનોલોજીકલ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો ઈન્ટરનેટ ટેલિફોન ઓપરેટરો તેમજ અન્ય તમામ એપ્સ જેમ કે, વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગૂગલ ડ્યૂઓને ધ્યાનમાં રાખીને બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

હવે જો, આ કાયદો પસાર થઈ જશે તો વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર, ગૂગલ ડ્યૂઓ જેવી તમામ સર્વિસ યુઝર્સ પાસેથી મેસેજિંગ અને કોલિંગ સર્વિસ માટે ચાર્જ લેવાનું શરૂ કરી દેવાશે. તેથી, જો આ બધી સેવાઓ પર નવો રીઝોલ્યુશન પસાર કરવામાં આવે, તો આ કંપનીઓ ટેક્સ્ટ, વૉઇસ અને વિડિયો કૉલ્સ અનુસાર, તેમના પોતાના અલગ ટેરિફ પ્લાન બનાવી શકે છે. આ મુદ્દો વર્ષ 2016-17માં પણ સામે આવ્યો હતો, જ્યારે દેશમાં નેટ ન્યુટ્રાલિટીનો મુદ્દો ચાલી રહ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન વિભાગ હવે આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લાંબા સમયથી ટેલિકોમ કંપનીઓ ઇન્ટરનેટ આધારિત તમામ કોલિંગ અને મેસેજિંગ સેવાઓ માટે સમાન કાયદાની માંગ કરી રહી છે.

Next Story