Connect Gujarat
ટ્રાવેલ 

ભારતના એવા કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાશે

દમણ અને દીવનો આ કિલ્લો પેસિફિક મહાસાગરના કિનારે આવેલો છે. આ કિલ્લામાં ઘણી બધી બારીઓ

ભારતના એવા કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાશે
X

દીવનો કિલ્લો, દીવઃ

દમણ અને દીવનો આ કિલ્લો પેસિફિક મહાસાગરના કિનારે આવેલો છે. આ કિલ્લામાં ઘણી બધી બારીઓછે, જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. જો કે, આ કિલ્લો માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ માનવામાં આવે છે.

અગુઆડા ફોર્ટ, ગોવાઃ

બોલિવૂડની ફેમસ ફિલ્મ 'દિલ ચાહતા હૈ'ના ઘણા સીન આ કિલ્લા પર શૂટ કરવામાં આવ્યા હતા. આ કિલ્લામાં તમને પોર્ટુગીઝ આર્કિટેક્ચર જોવા મળશે.



મુરુડ જંજીરા, મહારાષ્ટ્રઃ

ઈંડાના આકારમાં આ એક આકર્ષક કિલ્લો છે. મહારાષ્ટ્રના મુરુડના દરિયાકાંઠાના ગામમાં સ્થિત આ કિલ્લા પરથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. જો તમે મહારાષ્ટ્ર જઈ રહ્યા છો, તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લો.

બેકલ ફોર્ટ, કેરળ:

દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં સ્થિત બેકલ કિલ્લા પરથી જોવા મળતો સમુદ્રનો નજારો મનમોહક છે. આ કિલ્લાની ટોચ પર ઊભા રહીને કેરળની સુંદરતા નજીકથી જોઈ શકાય છે.

સુવર્ણદુર્ગ કિલ્લો, મહારાષ્ટ્ર:

તેને સુવર્ણ કિલ્લો પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે તેનો ઈતિહાસ મરાઠા સામ્રાજ્ય સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે મરાઠાઓએ તેમના દરિયાઈ વિસ્તારોને દુશ્મનોથી બચાવવા માટે આ કિલ્લો બનાવ્યો હતો

Next Story