Connect Gujarat
ટ્રાવેલ 

જો તમે પણ લદાખ જવાનું વિચારી રહ્યા છો.! તો સાવ સસ્તામાં થશે શાનદાર ટૂર, જાણો વધુ

જો તમે પણ લદાખ જવાનું વિચારી રહ્યા છો.! તો સાવ સસ્તામાં થશે શાનદાર ટૂર, જાણો વધુ
X

ઘણા લોકોનું સપનું હોય છે કે તે એક વાર લદાખ જરૂર જાયઅને ત્યાંની ઘાટીઓમાં કેટલાંક દિવસો પસાર કરે. પરંતુ પૈસા કે સિઝનના કારણે આવું કરી શકતા નથી. જો તમારું પણ લેહ-લદાખ ફરવાનું મન છે તો તમારા માટે સારી તક છે. જોકે આ ઓફરની ખાસ વાત એ છે કે તમારે તેના માટે વધારે પૈસા પણ ખર્ચ કરવાના નથી. પરંતુ એકવાર પૈસા આપ્યા પછી તમારે કોઈ વ્યવસ્થા પણ કરવાની નથી. તેના પછી તમારેહોટલ, ટ્રાવેલિંગ,ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા થઈ જશે અને તમારે કોઈપણ માથાકૂટ કરવાનીજરૂર નહીં રહે. Irctc તરફથી લદાખ માટે એક ખાસ પેકેજ શરૂકરવામાં આવ્યું છે. જેમાં તમે ઓછા પૈસામાં લદાખ ફરીને આવી શકો છો. એવામાં જાણીએ કે આ પેકેજ દ્વારા લદાખ જવામાં કેટલો ખર્ચ થશે અને આ પેકેજમાં Irctc તરફથી શું-શું સુવિધાઓ આપવામાં આવશે.

આ પેકેજમાં પ્રવાસીને લેહ, નુબરાઅને પેંગોંગ ફેરવવામાં આવશે. આ પેકેજમાં પહેલાં તમને લેહ એરપોર્ટથી હોટલ લઈ જવામાંઆવશે. તેના પછી લેહમાં સાંજે વેલી બતાવવામાં આવશે અને ત્રીજા દિવસે નુબ્રા લઈજવામાં આવશે. ત્યારબાદ નુબ્રાથી ટુરટુક ગામમાં પણ લઈ જવામાં આવશે. આ તે ગામ છે જેભારતીય સેનાએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પાસેથી જીતી લીધું હતું. તેના પછીમુસાફરોને પેંગોંગ પણ ફેરવવામાં આવશે. અને પછી લેહ પર આવીને ટૂર પૂરી થશે. આ ઉપરાંત બધા મુસાફરો માટે ઈમરજન્સી ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ ટૂર 6 રાત અને 7 દિવસની હશે. જેમાં તમારી હોટલ, ફરવા,ખાવા-પીવાની વ્યવસ્થા Irctc તરફથી કરવામાં આવશે. તેમાં ત્રણ દિવસ લેહ, 2 દિવસ નુબ્રા અને એક દિવસ પેંગોંગમાં રહેવાનું થશે. તેમાં Irctc તરફથી 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બધા મુસાફરોનો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ હશે. તેમાં Alchi monastery, Hemis અને ThikseyMonasteryની ટિકિટ પણ છે.

જો તમે આ પેકેજ દ્વારા લદાખ ફરવા જવાનું વિચારો છો તો એક વ્યક્તિના બુકિંગ પર તમારે 22,800 રૂપિયાનો ખર્ચ થશે. જો તમે બે લોકોનું બુકિંગ કરશો તો તમારે 18,900 રૂપિયા આપવાના રહેશે અને ત્રણ લોકોના બુકિંગમાં 18,100 રૂપિયાનો ખર્ચ થશે. આ ટૂર માટે તમારા ઝડપથી બુકિંગ કરાવવું પડશે. કેમ કે 1 સપ્ટેમ્બર 2021થી આ ટ્રિપ શરૂ થઈજશે. સાથે જ આ ટ્રિપ ભોપાલથી શરૂ થઈને ત્યાં જ પૂરી થશે.

Next Story