Connect Gujarat
ટ્રાવેલ 

કચ્છતિવુ આ એક ટાપુ છે… વર્ષે માત્ર 2000 ભારતીયો જ લે છે આ ટાપુની મુલાકાત, જાણો અન્ય ખાસિયતો વિષે.....

શ્રીલંકા તેના સુંદર બીચ માટે વિશ્વભરમાં જાણીતું છે. અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની સ્ટારર વેબ સીરિઝ ‘ ધ નાઇટ મેનેજર’નું શૂટિંગ પણ અહીના સુંદર બીચ પર કરવામાં આવ્યું હતું.

કચ્છતિવુ આ એક ટાપુ છે… વર્ષે માત્ર 2000 ભારતીયો જ લે છે આ ટાપુની મુલાકાત, જાણો અન્ય ખાસિયતો વિષે.....
X

શ્રીલંકા તેના સુંદર બીચ માટે વિશ્વભરમાં જાણીતું છે. અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની સ્ટારર વેબ સીરિઝ ‘ ધ નાઇટ મેનેજર’નું શૂટિંગ પણ અહીના સુંદર બીચ પર કરવામાં આવ્યું હતું. શ્રીલંકાની અર્થ વ્યવસ્થામાં પ્રવાસન મહત્વનો ભાગ ભજવે છે. ભારતભરમાંથી લોકો શ્રીલંકાની સુંદરતા જોવા માટે અહી આવે છે. શ્રીલંકામાં કોલંબો, કેન્ડી, અને દામબુલા સહિત અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. 2550 વર્ષથી પણ વધુ જૂના તેના ઈતિહાસમાં ઘણા રહસ્યો દફનાવેલા છે. શ્રીલંકાના આ રહસ્યોમાં એક કચ્છતિવુ ટાપુ પણ આવેલો છે. જેનો ઉલ્લેખ નરેંદ્ર મોદીએ લોકસભામાં ટેનમાં ભાષણમાં પણ કર્યો હતો. તો ચાલો જાણીએ અહી કેવી રીતે મુલાકાત લઈ શકાય.

કચ્છતિવુ ટાપુ એ પાલ્ક સ્ટ્રેટના દરિયા કિનારે નિર્જીવ ટાપુ છે. એવું કહેવાય છે કે 14મી સદીમાં જ્વાળામુખી ફાટવાથી આ ટાપુનું નિર્માણ થયું છે. ભારતમાંથી મોટાભાગના તીર્થ યાત્રીઓ અહીં પહોચે છે. કારણ કે અહીં એક પ્રખ્યાત ચર્ચ છે. ભારત અને શ્રીલંકા સરકાર વચ્ચેના કરાર મુજબ, ભારતના યાત્રીઓને કચ્છતિવુની મુલાકાત લેવા માટે ભારતીય પાસપોર્ટ કે શ્રીલંકા વિઝાની જરૂર નથી પડતી, જો કે હવે શ્રીલંકાનો એક ભાગ ગણાતા કચ્છતિવુમાં ફરવું એટલુ સરળ નથી. અહેવાલો અનુસાર આખા વર્ષમાં માત્ર 2000 ભારતીયો અને 4000 શ્રીલંકાના લોકો જ અહીં ફરવા માટે આવે છે.

ધાર્મિક યાત્રાળુઓને અહી આવવાની છૂટ હોય છે. વર્ષમાં એકવાર ચર્ચ સેન્ટ એન્ટો ફેસ્ટિવલ યોજાય છે. જેનો ભાગ બનવા લોકો આવે છે. ભક્તોને માત્ર અહીં 2 દિવસ અને 1 રાત રોકવાની જ સ્વતંત્રતા છે. ભારતીયો દક્ષિણ ભારતના સુંદર સ્થળો રામેશ્વરમથી બોટ દ્વારા કચ્છતિવુ પહોચી શકે છે. ટાપુ પર જતી બોટ એક સમયે 30 થી 35 લોકોને જ લઈને જાય છે.

આ ટાપુ એક કિમીની ત્રિજ્યામાં ફેલાયેલો છે. અને જો તમે ઈચ્છો તો તેની યાત્રા માત્ર 30 દિવસમાં પૂરી કરી શકો છો. ચારે બાજુથી વાદળી પાણીથી ઘેરાયેલો આ ટાપુ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાના સત્તાવાળાઑ ચર્ચની મુલાકાત લેવારાઓને મફત નાસ્તો, લંચ અને ડિનર આપે છે.

Next Story