Connect Gujarat
ટ્રાવેલ 

ગુજરાતથી જતી અનેક ટ્રેનોમાં રેલવેએ કર્યો મોટો બદલાવ, જાણો તેનો શું થશે યાત્રિકોને લાભ

રેલવેએ ચાર જોડી ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ વર્ગોમાં અસ્થાયી કોચ વધારવાનો નિર્ણય લીધો છે

ગુજરાતથી જતી અનેક ટ્રેનોમાં રેલવેએ કર્યો મોટો બદલાવ, જાણો તેનો શું થશે યાત્રિકોને લાભ
X

ઇન્ડિયન રેલવે દ્વારા હંમેશા મુસાફરોની સુવિધા વધે તે પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. ક્યારેક ટ્રેનની સંખ્યામાં વધારો તો ક્યારેક કોચ વધારવામાં આવે છે. ટ્રેનોમાં મળતી ફેસિલીટી લઇને પણ ભારતીય રેલવે મુસાફરોની ખાસ સંભાળ રાખે છે. ત્યારે વધુ એકવાર રેલવે મુસાફરોની સુવિધા માટે ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ ચાર જોડી ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે અલગ-અલગ વર્ગોમાં અસ્થાયી કોચ વધારવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી રાજ્યો વચ્ચે સંચાલિત છે.અસ્થાયી કોચના ઉમેરા સાથે મુસાફરોને આ રાજ્યોના મુખ્ય શહેરોમાં મુસાફરી કરવા માટે વધુ બર્થ ઉપલબ્ધ થશે. મુસાફરોની ટ્રેનની મુસાફરી સરળ અને આરામદાયક હશે.

ઉત્તર પશ્ચિમ રેલ્વેના પ્રવક્તા કેપ્ટન શશિ કિરણ ના જણાવ્યા મુજબ, મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા 4 જોડી રેલ સેવાઓ કોચમાં અસ્થાયી કોચની સંખ્યામાં વધારો કરી રહી છે. જે આ પ્રમાણે છે. 1. ટ્રેન નં. 12957/58માં અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 28.04.22 થી 30.05.22 સુધી અને નવી દિલ્હીથી 29.04.22 થી 01.06.22 સુધી એક થર્ડ એસી કોચ ની અસ્થાયી વધારો કરવા જઇ રહી છે. 2. ટ્રેન નં. 09037/38, બાંદ્રા ટર્મિનસ - બાડમેર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન સેવામાં બાંદ્રા ટર્મિનસ થી 29.04.22 થી 13.05.22 સુધી અને બાડમેર થી 30.04.22 થી 14.05.22 સુધી 1 થર્ડ એસી કોચમાં અસ્થાયી રૂપે વધારો કરવામાં આવી રહ્યો છે.

Next Story