Connect Gujarat
વડોદરા 

મારી દીકરીઓ શોધી આપો..! : 50 દિવસથી રહસ્યમય રીતે ગુમ વડોદરાની 2 સગી બહેનો CCTVમાં જોવા મળી...

બન્ને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે. આ ગુમ બહેનોને શોધવા પોલીસની 4 ટીમો બનાવાઈ છે.

X

આજે 52મા દિવસે વડોદરાના હરણી તાલુકાની ગુમ ટ્વીન્સ બહેનોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાની એક દુકાનમાં આ બન્ને બહેનો અવર-જવર કરતી નજરે પડી હતી, ત્યારે વડોદરા પોલીસ દ્વારા MSUથી લઈ હરણી સુધીના માર્ગના સંખ્યાબંધ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા ચીમન વણકર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ 2 પુત્રો અને 2 જોડિયા 23 વર્ષીય દીકરીઓ સારિકા અને શીતલ સાથે રહેતા હતા. બંને જોડિયાં દીકરીઓ ગુમ થયા બાદ બે પુત્રો સાથે રહે છે અને દીકરીઓ વહેલી તકે મળી જાય તેની ચિંતામાં દિવસો પસાર કરી રહ્યા છે. સમયાંતરે પહેલાં સયાજીગંજ પોલીસ મથકમાં તપાસ કરતી પોલીસ ટીમને અને હવે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને દીકરીના સગડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ, તેઓને નિરાશાજનક જવાબ મળી રહ્યો છે. ચીમન વણકરની બે દીકરીઓ ગત તા.

17 મી ફેબ્રુઆરીથી ગુમ થઈ છે, અને બન્ને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે. આ ગુમ બહેનોને શોધવા પોલીસની 4 ટીમો બનાવાઈ છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, CCTV, મોબાઇલ કોલ ડિટેલ, બેન્ક ડિટેલ થકી બન્ને બહેનોનું પગેરું મેળવવા કોશિશ કરી રહી છે. જોકે, બન્ને બહેનોની વહેલી તકે ભાળ મળી જશે તેવી ક્રાઇમ બ્રાન્ચને આશા છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા છે. પરંતુ 50 દિવસથી ગુમ દીકરીઓની કોઇ ભાળ મળતી ન હોય, જેથી ચિંતિત પિતાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને "મારી દીકરીઓ શોધી આપો" તેવી અપીલ કરતી લેખિત રજૂઆત કરી છે.

Next Story