Connect Gujarat
વડોદરા 

વડોદરા : વેપારી વર્ગ માટે મહત્વનો દિવસ "લાભ પાંચમ", શુભ મુહૂર્તે કર્યો વેપાર-ધંધાનો પ્રારંભ...

લાભ પાંચમના શુભ દિવસે વડોદરા શહેરના વેપારીઓએ મુહૂર્ત પર ધંધા રોજગારની પુનઃ શરૂઆત કરી હતી.

વડોદરા : વેપારી વર્ગ માટે મહત્વનો દિવસ લાભ પાંચમ, શુભ મુહૂર્તે કર્યો વેપાર-ધંધાનો પ્રારંભ...
X

વિક્રમ સંવત 2078ના નવા વર્ષે આવતો લાભ પાંચમનો દિવસ વેપારી વર્ગ માટે મહત્વનો દિવસ છે, ત્યારે લાભ પાંચમ નિમિત્તે વડોદરા શહેર તથા જિલ્લાના વેપારીઓએ શુભ મુહૂર્તે દુકાન ખોલી ચોપડા પૂજન સહિત નવા વર્ષના હિસાબ કિતાબનો પ્રારંભ કર્યો હતો.



લાભ પાંચમના શુભ દિવસે વડોદરા શહેરના વેપારીઓએ મુહૂર્ત પર ધંધા રોજગારની પુનઃ શરૂઆત કરી હતી. આવનારું વર્ષ ધંધાકીય રીતે ખૂબ જ સારું નીવડે તે માટે વેપારીઓએ વિશેષ પ્રાર્થના કરી હતી. લાભ પાંચમના દિવસે વેપારીઓ દ્વારા લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કરી સુખ, સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઘર કે, વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર 'શુભ' અને 'લાભ' લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ, ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા હિસાબ કિતાબની શરૂઆત કરે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં 'શ્રી સવા' લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને 'શ્રી પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસરે કોરોના મહામારીનો વ્યાપ લુપ્ત થઈ જાય તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Next Story