વડોદરા:ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત,પોલીસે શરૂ કરી તપાસ

વડોદરાના સમા ચાણક્યપુરી પાસે આવેલા રાધે ક્રિષ્ણ ફ્લેટમાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે શંકાસ્પદ મોત નિપજ્યાની કમકમાટીભરી ઘટના સામે આવી છે.

New Update

વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. શહેરના સમા ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ણા ફ્લેટમાં યુવકનું શંકાસ્પદ મોત થયા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ યુવકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસે સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.વડોદરાના સમા ચાણક્યપુરી પાસે આવેલા રાધે ક્રિષ્ણ ફ્લેટમાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે શંકાસ્પદ મોત નિપજ્યાની કમકમાટીભરી ઘટના સામે આવી છે.

Advertisment

પ્રાથમિક વિગત પ્રમાણે વિવેક કરણ નામનો યુવાન રાધે ક્રિષ્ણા ફ્લેટમાં તેના માતાપિતા સાથે રહેતો હતો. યુવક ડ્રગ્સનું સેવન કરતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે તથા યુવત તેનું વેચાણ પણ કરતો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સુત્રોએ ઉમેર્યું કે, યુવકના ઘર પાસેથી ઊંઘની ગોળીઓ અને ઇન્સ્યુલિન તથા મોટી સંખ્યામાં ઇન્જેક્શનો મકાન પાસેથી મળી આવ્યા છે.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Advertisment