વડોદરા : મહિલાઓએ બસ કંડક્ટરની ધૂલાઈ કરી, મુસાફરી વેળા કરી હતી છેડતી..!

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એસ.ટી. બસમાં મુસાફરી કરતી મહિલાઓની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે

New Update

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એસ.ટી. બસમાં મુસાફરી કરતી મહિલાઓની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેડતી કરનાર બસ કંડક્ટરને મહિલાઓએ મેથીપાક ચખાડ્યો હતો.

Advertisment

ગુજરાત રાજ્યના તમામ શહેરો મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવેલ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક શહેરોમાં મહિલાઓની છેડતીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે મહિલાની છેડતીનો વધુ એક કિસ્સો વડોદરા જિલ્લાના પાદરા ખાતે સામે આવ્યો છે. જેમાં મહિલાએ રોમિયોગિરી કરી રહેલ યુવક સામે હિંમત દાખવી મેથીપાક ચખાડ્યો હતો. પાદરાથી જંબુસર જઇ રહેલી બસમાં મુસાફરી કરી રહેલી મહિલાની બસ કંડક્ટર દ્ધારા છેલ્લા ઘણા સમયથી ચાલુ બસે છેડતી કરવામાં આવતી હતી, ત્યારે રોમિયો બસ કંડક્ટરની રોમિયોગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ રોમિયોગીરી કરતા કંડક્ટરને પાઠ ભણાવાનું મન બનાવી એ જ બસમાં મુસાફરી કરવા પહોંચી ગઈ હતી, જ્યાં બસમાં મુસાફરી કરી રહેલ મહિલાઓએ બસ કંડક્ટરને બરાબર મેથીપાક ચખાડ્યો હતી, જેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. બનાવના પગલે પોલીસે રોમિયોગીરી કરતા કંડક્ટરની અટકાયત કરી હતી.

Advertisment