વડોદરાને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે નવા કલેકટર તરીકે એ.બી.ગોરે પદભાર સંભાળ્યો...

વડોદરા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એ.બી.ગોરે આજથી પદભાર સંભાળ્યો છે

New Update

વડોદરા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એ.બી.ગોરે આજથી પદભાર સંભાળ્યો છે, ત્યારે આગામી સમયમાં વડોદરા શહેર તથા જિલ્લાને પ્રગતિના પંથે લઈ જવાનો નવા કલેકટરે સંકલ્પ કર્યો છે.

વડોદરાના નવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી.ગોરે આજે પોતાના કાર્યક્ષેત્રે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમદાવાદ ખાતે ઔડાના સી.ઈ.ઓ. તરીકે કાર્યરત હતા. વડોદરાના નવા કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું હતું કે, ટીમ વર્કથી વડોદરા શહેર તથા જિલ્લાને પ્રગતિના પંથે લઈ જવાના સંકલ્પ સાથે કામ કરવામાં આવશે. વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગે આગળ વધે તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું પણ વડોદરાના નવા કલેક્ટર એ.બી.ગોરે જણાવ્યું હતું.