Connect Gujarat
ગુજરાત

વાલિયાઃ મધ્યાહન ભોજન સંચાલક પાસેથી લાંચ લેતાં મામલતદાર ACBનાં હાથે ઝડપાયા

વાલિયાઃ મધ્યાહન ભોજન સંચાલક પાસેથી લાંચ લેતાં મામલતદાર ACBનાં હાથે ઝડપાયા
X

મધ્યાન ભોજનના સંચાલકો પાસે પેશગીની રકમમાંથી 10 ટકા રકમની માંગણી કરી હતી

વાલિયાના મામલતદાર અને કર્મચારી લાંચ લેતા સુરત એસીબીના હાથે ઝડપાયા. મધ્યાન ભોજનના સંચાલકો પાસે પેશગીની રકમમાંથી 10 ટકા રકમની માંગણી કરી હતી. સુરત એસીબીએ રૂપિયા 4250 ની લાંચ લેતા ગે હાથે ઝડપી પડ્યા.

વલિયાના મામલતદાર જે જે રાઠવા, મધ્યાન ભોજન માટે બહાર થી ખરીદવામાં આવતી ચીજવસ્તુઓ તથા રાસન માટે મામલતદાર કચેરી માંથી સરકાર દ્વારા એડવાન્સ પેશગી આપવામાં આવે છે. અને વાલિયા તાલુકાના બાદાબેરા ગામ માં આવેલ શાળાના મધ્યાન ભોજન સંચાલક મહેશ વસાવા વાલિયા તાલુકાના મધ્યાન ભોજનના કુલ 97 કેન્દ્ર ના સંચાલકોને મળેલી પેશગી રકમ માંથી 10 ટકા રકમ લાંચ તરીકે માંગણી કરી અને તેની ઉઘરાણી કરવા માટે 4 સંચાલકોને વિસ્તાર પ્રમાણે ગ્રુપ બનાવી ઉઘરાણી સોંપેલ હતી.

જે ઉઘરાણી કરવા ગ્રુપ પ્રમાણે ટકાવારી લાંચ પેટે એકઠી કરવા નિમણુંક કરેલો. 4 સંચાલકો પૈકી સંચાલક મહેશ વસાવા મામલતદાર જે. જે. રાઠવાના કહેવાથી તેમના વતી ગ્રુપના કુલ 4 મધ્યાન ભોજન સંચાલકો પાસેથી પેશગી પેટે મળેલી રકમમાંથી 10 ટકા લેખે કુલ રૂપિયા 4250 ફરિયાદી સંચલાક પાસેથી મામલતદાર વતી મહેશ વસાવાએ માગણી કરી હતી. જે અંગે ફરિયાદી સંચાલકે સુરત એસીબીમાં ફરિયાદ આપતા સુરત એસીબીના પીઆઇ બી કે વનારે તેમની ટિમ સાથે વાલિયા પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં મધ્યાન ભોજન સંચાલક મહેશ વસાવા અને મામલતદાર જે. જે. રાઠવા 4250 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. એસીબીએ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story