Connect Gujarat
ગુજરાત

વાંકાનેર : અપહૃત બાળકનો મૃતદેહ કુવામાંથી દોરડાથી બાંધેલી હાલતમાં મળ્યો

વાંકાનેર :  અપહૃત બાળકનો મૃતદેહ કુવામાંથી દોરડાથી બાંધેલી હાલતમાં મળ્યો
X

વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપાની જગ્યા પાસેથી બે દિવસ પહેલા અપહરણ કરાયેલા પાંચ વર્ષના માસુમ બાળકનો મૃતદેહ આ જગ્યાની પાછળના કુવામાંથી દોરડું અને સીમેન્ટનો થાંભલો બાંધેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમો કામે લાગી હતી પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી. દરમ્યાન આજે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે આવેલ વાડીના કુવામાંથી આ અપહૃત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ જાણ કરતા ડી.વાય.એસ.પી. બન્નો જોશી,એલસીબી અને એસઓજી તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ શકિતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢીને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો. પ્રિન્સના મૃતદેહને દોરડાથી બાંધી દેવાયો હતો અને તેના પાછળના ભાગે પાઇપ બાંધી દેવામાં આવ્યો હતો. જેથી કોઇએ પ્રિન્સની હત્યા કરી તેના મૃતદેહને કુવામાં ફેકી દીધો હોવાની પ્રબળ શકયતા છે. પોલીસે પણ હાલના તબકકે હત્યાનો બનાવ ગણી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story