/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/1.png)
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે ૧૫માં ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯નો રાજ્ય કક્ષાના કાર્યક્રમને તા.૧૬ જુન ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રારંભ કરાવશે.
જેના કારણે જિલ્લા વહિવટીતંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. આ અંગે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ખાનપુર ખાતે પહોંચીને બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા.
પંચમહાલના આદિવાસી સમાજની વસ્તી ધરાવતા મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામા આવી હતી. જેમાં સ્ટોલ પ્રદર્શન, સભા સ્થળે પહોંચવા મુલાકાતીઓ અને ખેડૂતો માટે પરિવહન વ્યવસ્થા, તેમની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ, સુશોભન, સભા-સ્થળે વીજ પુરવઠો અને ફાયર સેફ્ટીની બાબતમાં સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી દિશાસુચનો કર્યા હતા. તેમણે વરસાદ પડવાની સ્થિતિમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખીને સુચારૂ આયોજન કરવા અધિકારીઓને સલાહ સૂચનો કર્યા હતા.
પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શરૂ કરાઈ તૈયારીઓઆ નિમિત્તે સભા સ્થળે એક દિવસીય સેમિનાર અને એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે ૫૫ જેટલા ખેતી અને પશુપાલનને લગતા પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. મુખ્યપ્રધાન આવનારા હોવાને કારણે બે ડોમનું કામકાજ પણ ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓ હાજર રહીને બંદોબસ્ત કરવાની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું.