Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનમાં અંધાધુની: કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલનો ભાવ 3 હજાર રૂપિયા, તો ભાતની એક પ્લેટ રૂ.7500ની !

અફઘાનિસ્તાનમાં અંધાધુની: કાબુલ એરપોર્ટ પર  પાણીની એક બોટલનો ભાવ 3 હજાર રૂપિયા, તો ભાતની એક પ્લેટ રૂ.7500ની !
X

અફઘાનિસ્તાન પર કબ્જો કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાન માટે એક જ રસ્તો બચ્યો છે - કાબુલ એરપોર્ટ. અહીંની સુરક્ષા અમેરિકન સૈનિકો કરે છે. કાબુલ એરપોર્ટ પર લગભગ 2.5 લાખ લોકોની ભીડ છે, જેઓ અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. ત્યારે ભૂખ્યા-તરસ્યા લોકો એરપોર્ટ પર શ્વાસ તોડી રહ્યા છે.

કાબૂલ એરપોર્ટ પર ખોરાક અને પાણીના ભાવ આસમાનને પહોંચી ગયા છે. અહીં પાણીની બોટલ 40 ડોલર એટલે કે 3000 રૂપિયામાં મળી રહી છે. જ્યારે એક પ્લેટ ભાત માટે 100 ડોલર એટલે કે 7500 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. જોકે, આશ્ચર્યની વાત છે કે એરપોર્ટ પર પાણી કે ખોરાક ખરીદવા માટે અફઘાની ચલણ નથી સ્વીકારાઈ રહ્યું. અહીં માત્ર ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.

અફઘાનિસ્તાનના લોકોનું કહેવું છે કે, કાબુલમાં ઘરેથી એરપોર્ટ સુધી પહોંચવામાં 5થી 6 દિવસ લાગી રહ્યા છે, કારણ કે, શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનીઓ ફેલાયેલા છે. તાલિબાનીઓના ગોળીબારથી લોકોમાં ગભરાટ છે અને હજારો લોકોની ભીડ પાર કરીને એરપોર્ટમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. જો તમે એરપોર્ટની અંદર જાવ તો પણ પ્લેન મેળવવામાં 5થી 6 દિવસ લાગે છે. માત્ર બિસ્કિટ અને નમકીન પર ટકી રહેવું પડે છે. ખાવા-પીવાના વધારે ખર્ચને કારણે સમસ્યાઓમાં વધારો થયો છે. અફઘાનિસ્તાનની હાલત એવી છે કે, ઘણા બાળકો તેમના માતા-પિતા વગર અફઘાનિસ્તાન છોડી રહ્યા છે.

Next Story
Share it