પંજશિર તાલિબાનના નિયંત્રણમાં છે. આ પ્રાંતમાં અહમદ મસૂદની એનઆરએફ સેના તાલિબાન સાથે સખત લડી રહી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ એનઆરએફ માં જોડાયા છે અને પંજશીરમાં રહી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર તાલિબાન લડવૈયાઓ સાલેહના ઘરમાં પહોંચી ગયા છે. એક પત્રકારે આનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાનને સાલેહ ઘરેથી ડોલર અને કિંમતી વસ્તુઓ મળી છે.
મીડિયા રિપોર્ટમાં તાલિબાન આતંકવાદીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાલેહના ઘરેથી $ 6.5 મિલિયન (લગભગ 48 કરોડ રૂપિયા) મળી આવ્યા છે. તાલિબાને એમ પણ કહ્યું હતું કે તેમને સાલેહના ઘરેથી સોનાની ઇંટો અને અન્ય કિંમતી ચીજ મળી હતી તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમને મળેલા પૈસા કુલ રકમ માત્ર એક નાનો ભાગ છે. સાલેહના ઘરમાંથી સોનાની ઈંટો પણ મળી આવી છે.
જો તાલિબાનનો દાવો ખરેખર સાચો છે, તો તે પંજશીરમાં ચાલી રહેલા આંદોલનને આંચકો આપી શકે છે. અશરફ ગની નાસી ગયા બાદ પોતાને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરનાર સાલેહ ની છબી એકદમ સ્વચ્છ માનવામાં આવે છે. ત્યારે તાલિબાન અને પંજશીરની સેના એનઆરએફ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. પણ જો કરોડો રૂપિયા માલ્યાનો દાવો સાચો સાબિત થાય તો નોર્ધન એલાયન્સને મોટો ફટકો પડશે.