Connect Gujarat
દુનિયા

બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરની મહત્વની બેઠક યોજાશે

બ્રિક્સ દેશો ના વિદેશ મંત્રીની બેઠક યોજાશે. આગામી મહિનાના અંતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પહેલા પાંચ દેશના વિદેશ મંત્રી વીડિયો લિંક દ્વારા મળશે.

બ્રિક્સ સંમેલન પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરની મહત્વની બેઠક યોજાશે
X

બ્રિક્સ દેશો ના વિદેશ મંત્રીની બેઠક યોજાશે. આગામી મહિનાના અંતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પહેલા પાંચ દેશના વિદેશ મંત્રી વીડિયો લિંક દ્વારા મળશે. ચીની વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે. ચીન તરફથી આયોજિત થનાર પાંચ મંત્રીઓની બેઠક, યુક્રેન પર રશિયાના આક્રમક અને કોવિડ-19 મહામારીના વૈશ્વિક પ્રભાવ ને લઈને ચર્ચા થશે.આવું પ્રથમવાર હશેજ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પોતાના ચીની સમકક્ષ વાંગ યી, રશિયાના સર્ગેઈ લાવરોવ, બ્રાઝિલના કાર્લોસ અલ્બર્ટો ફ્રાંકા અને દક્ષિણ આફ્રિકાના નલેદી પંડોર એક મંચ પર મળશે. રશિયાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી યુક્રેન વિરુદ્ધ જંગ શરૂ કરી હતી.

રશિયાઅને યુક્રેન વચ્ચે જંગને ચીન અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધી સંગઠન ના ટોની આક્રમક વિસ્તાર યોજના જવાબદાર ઠેરવી છે. તેવામાં કાલે યોજાનારી વિદેશ મંત્રી ની બેઠકમાં રશિયા અને યુક્રેનના મુદ્દે સંવેદનશીલ ચર્ચા થઈ શકે છે. બીજી તરફ ભારત અને ચીન પણ છેલ્લા બે વર્ષથી પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદને લઈને તણાવ ની સ્થિતિમાં છે. તેથી સંભાવના છે કે ભારત આ મુદ્દે પોતાની વાત રાખશે. ગુરૂવારે બ્રિક્સ દેશો ના વિદેશ મંત્રી ની બેઠક ની જાહેરાત કરતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ કે, અન્ય ઉભરાતી બજાર દેશના વિદેશમંત્રીઓની સાથે બ્રિક્સ-પ્લસ વાર્તા પણ આયોજિત કરવામાં આવશે. પરંતુ વાંગે બ્રિક્સ પ્લસ સંવાદમાં સામેલ થનાર દેશોના નામ જાહેર કર્યા નહીં, પરંતુ આર્જેન્ટીના પાછલા સપ્તાહે જાહેરાત કરી હતી કે તેને બંને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Next Story