Connect Gujarat
દુનિયા

કેનેડા : ટોરોન્ટોમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા 5 ભારતીય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત...

કેનેડાના ટોરોન્ટો વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 5 જેટલા ભારતીય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની ભારતના હાઈ કમિશનરે માહિતી છે.

કેનેડા : ટોરોન્ટોમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા 5 ભારતીય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત...
X

કેનેડાના ટોરોન્ટો વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 5 જેટલા ભારતીય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની ભારતના હાઈ કમિશનરે માહિતી છે.

મળતી માહિતી અનુસાર, કેનેડાના ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં ગત તા. 13 માર્ચના રોજ સર્જાયેલ વાન, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યુ હતું કે, ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે. ઉપરાંત ઑન્ટારિયો પ્રાંતીય પોલીસના ક્વિન્ટે વેસ્ટ ડિટેચમેન્ટના જણાવ્યા અનુસાર, મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ વિદ્યાર્થીઓ એક વાનમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે લગભગ 3.45 વાગ્યાની આસપાસ એક ટ્રેક્ટર-ટ્રેલર તેઓની વાન સાથે અથડાયું હતું. ગંભીર અકસ્માતના કારણે વાનમાં સવાર 5 લોકોને ઘટના સ્થળે જ મૃત જાહેર કરાયા હતા. સાથે જ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ 24 વર્ષીય હરપ્રીત સિંહ, 21 વર્ષીય જસપિન્દર સિંહ, 22 વર્ષીય કરણપાલ સિંહ, 23 વર્ષીય મોહિત ચૌહાણ અને 23 વર્ષીય પવન હોવાનું બહાર આવ્યું છે. જોકે, વાનમાં સવાર અન્ય 2 મુસાફરોને પણ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Next Story