વાયબ્રન્ટ સમિટ-2022ને વધુ જોરદાર બનાવવા USમાં શાનદાર રોડ-શો યોજાશે : જે.પી.ગુપ્તા

2022 વાયબ્રન્ટ સમિટને વધુ જોરદાર બનાવવા અલગ અલગ દેશમાં રોડ-શો કરવામાં આવશે.

New Update

2022 વાયબ્રન્ટ સમિટને વધુ જોરદાર બનાવવા અલગ અલગ દેશમાં રોડ-શો કરવામાં આવશે. જેના ભાગરૂપે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જે.પી.ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ USAની મુલાકાતે ગત શુક્રવારે મોડી રાત્રે રવાના થયું છે. જેમાં 12 જેટલા ઉદ્યોગકારો સાથે અમેરિકા રવાના થયેલા જે.પી.ગુપ્તાએ ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી અને સાન ફ્રાન્સિસ્કો ખાતે રોડ-શો કરશે.

બ્લૂમબર્ગના સ્થાપક અને સીઇઓ માઇક બ્લૂમબર્ગને પણ તેઓ મળવાના છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગિફ્ટ સિટીમાં રોકાણ માટે તેઓ માઇક સાથે વાતચીત કરશે. વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંક, IFC અને MIGAના વરિષ્ઠ પ્રતિનિધિઓને પણ ગુપ્તા ભારતીય ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળ સાથે મળશે. રાજ્ય સરકારે ગત સોમવારથી વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવાની શરૂઆત કરી છે. પહેલી એમઓયુ સેરેમની ઇન્ડેક્સ બી એ કર્યા બાદ હવે તમામ જવાબદારી જીઆઈડીસીનાં એમ.ડી. એમ.થેન્નારસન પર નાંખી દેવાઇ છે. તેમને વાઇબ્રન્ટ સમીટના લાર્જેસ્ટ સેક્ટરના ઓમઓયુ નોડલ ઓફિસર બનાવી દેતા હવે આગામી દર સોમવારે થનાર બાકીની તમામ એમઓયુ સેરેમની એમ. થેન્નારસનની આગેવાનીમાં યોજાશે. લાર્જેસ્ટ સેક્ટર અંતર્ગત ૫૦૦ કરોડથી ઉપરના તમામ એમઓયુની જવાબદારી હવે એમ. થેન્નારસનની રહેશે...