Connect Gujarat
દુનિયા

ઈઝરાયેલના PM થયા કોરોના સંક્રમિત, તેઓ 5 દિવસ બાદ આવવાના છે ભારતની મુલાકાતે

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. નફ્તાલી તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા.

ઈઝરાયેલના PM થયા કોરોના સંક્રમિત, તેઓ 5 દિવસ બાદ આવવાના છે ભારતની મુલાકાતે
X

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. નફ્તાલી તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. ઈઝરાયેલના પીએમ એવા સમયે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેઓ 5 દિવસ બાદ ભારતની મુલાકાતે આવવાના છે. નફતાલીની ભારતની મુલાકાત 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી પ્રસ્તાવિત છે. નફ્તાલીના કાર્યાલય તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલના પીએમ ઠીક છે. તેઓ તેમનું કામ ચાલુ રાખશે. જોકે તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી લીધી છે. તેઓ ઘરેથી કામ સંભાળી રહ્યા છે.

ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટ 3-5 એપ્રિલે ભારતની મુલાકાતે જઈ રહ્યા છે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઈનોવેશન અને ટેક્નોલોજી, સાયબર સિક્યુરિટી, એગ્રીકલ્ચર અને ક્લાઈમેટ ચેન્જ સહિતના તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. જો કે હવે નફતાલીના કોરોના સંક્રમિત થયા પછી આ પ્રવાસ પર સંકટ મોટું થવા લાગ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Next Story