પાકિસ્તાનમાં આવેલ રહીમ યાર ખાન વિસ્તારમાં થોડા દિવસો પહેલા મંદિરમાં તોડફોડ થઈ હતી. ત્યારબાદથી અહીયા હિન્દૂ સમાજમાં રોષનો માહોલ ફેલાયો છે. જેને અનુલક્ષીને કરાચીમાં રહેતા હિન્દુઓએ ગત રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. ગઈકાલે રવિવારે કરાચીના પ્રેસ ક્લબની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં હિન્દુ સમુદાય સિવાય પારસી, શિખ અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ શામેલ હતા. જેમણે મંદિરમાં તોડફોડના બનાવની નિંદા કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં હરહર મહાદેવ તેમજ જયશ્રી રામના નારા લગાવામાં આવ્યા હતા.
સાથેજ પ્રદર્શનકારીઓએ ભગવો ઝંડો ઉઠાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટિસના પોસ્ટર લઈને પણ લોકો એક સાથે ઉભા રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન વિસ્તારમાં ગણેશ મંદિરમાં જે તોડફોડ થઈ હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જેની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ નિંદા કરી હતી. સાથેજ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલે ઘણી નિંદા કરવામાં આવી હતી.