Connect Gujarat
દુનિયા

PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, વર્લ્ડ લીડર્સના સર્વે લીસ્ટમાં 76% રેટિંગ સાથે પ્રથમ સ્થાને રહ્યા ભારતીય વડાપ્રધાન.....

મોદી પછી સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે

PM મોદી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, વર્લ્ડ લીડર્સના સર્વે લીસ્ટમાં 76% રેટિંગ સાથે પ્રથમ સ્થાને રહ્યા ભારતીય વડાપ્રધાન.....
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લોબલ પ્રોપ્યુલારિટી ફરી એકવાર સામે આવી છે. વડાપ્રધાન મોદીને એક સર્વે દરમિયાન ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને આ લિસ્ટમાં 76% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે, જ્યારે તેમની સાથેના અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે. મોદી પછી સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે બીજા ક્રમે અને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર ત્રીજા સ્થાને છે. ડિસિઝન ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે આ યાદી બહાર પાડી છે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની અલ્બેનિસ 48%ના રેટિંગ સાથે પાંચમા સ્થાને છે અને ઇટાલીના પીએમ જી મેલોની 42% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. યુએસ પ્રમુખ જો બાઇડન 40% રેટિંગ સાથે સાતમા સ્થાને છે. તે જ સમયે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક 27% રેટિંગ સાથે 15માં સ્થાને છે. અગાઉ જૂન 2023માં, ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ તેમની રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે. છેલ્લી વખતે તેને 78% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાતમા સ્થાને હતા. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.

Next Story