Connect Gujarat
દુનિયા

પીએમ મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને મળ્યા

પીએમ મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને મળ્યાહતા. આ મિટિંગ ક્વાડ સંમેલન અગાઉ યોજાઇ હતી અને તેમણે કેટલાક મહત્વના મુદ્દે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને મોરિસન વચ્ચે એકાદ અઠવાડિયા અગાઉ ફોન પર વાત થઈ હતી અને હવે તેઓ રૂબરૂ મળ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મામલે પ્રગતિ કરવા માટે બંને દેશો ઉત્સુક છે. તાજેતરમાં 2+2 મંત્રણા પણ થઈ હતી અને તેમણે પોતાના મંતવ્યો તેમજ વિચારો રજૂ કર્યા હતા.



આ મિટિંગ તેઓ વચ્ચે મહામારી પછી યોજાયેલી પ્રથમ રૂબરૂ મિટિંગ હતી. બે દેશોના અગ્રિમ નેતાઓએ અગાઉ વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી. પ્રધાનમંત્રી મોદી આજે જાપાનના તેમના સમકક્ષ યોશીહીદે સુગાને પણ મળ્યા હતા. બંને દેશો વચ્ચે સંબંધો વધે અને મજબૂત બને એ માટે તેમણે પણ ચર્ચા કરી હતી. નવી ભાગીદારી નોંધવા ઉપરાંત ભારતમાં ઉત્પાદન વધે અને સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે બંને દેશો પ્રયત્નશીલ થાય તેવી સમજૂતી પણ થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના ઓલિમ્પિક આયોજનના વખાણ કર્યા હતા અને સાથે તેમણે અફઘાનિસ્તાનમાં ક્રાઇસીસનો મુદ્દો પણ સાંકળી લીધો હતો. અગાઉ જાપાનીઝ લીડર સાથે પ્રધાનમંત્રી મોદી એપ્રિલ મહિનામાં ફોન પર વાત કરી ચૂક્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે બંને દેશો વચ્ચે ભાગીદારી બાબતે સકારાત્મક ભાગીદારી નોંધાય તેવા આદેશો જારી કર્યા હતા અને ક્ષેત્રીય ભાગીદારીને લઈને પણ સંરક્ષણ જેવી બાબતો પર ચર્ચા કરી હતી.

Next Story