Connect Gujarat
દુનિયા

રશિયા-યુક્રેન વોર : ભારતીય વિદ્યાર્થીને કિવમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે

રશિયા-યુક્રેન વોર : ભારતીય વિદ્યાર્થીને કિવમાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ
X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના હુમલા વચ્ચે યુક્રેનની રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે અડધા રસ્તે પાછા કિવ લઇ જવામાં આવ્યો હતો. પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘાયલ વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ.

Next Story