અંકલેશ્વરઃ નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર, સર્જાયો ટ્રાફિક જામ

New Update
અંકલેશ્વરઃ નેશનલ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર, સર્જાયો ટ્રાફિક જામ

અમરાવતી બ્રિજ ઉપર એસટી બસે કારને અડફેટે લીધી, પાઈપ ભરેલા ટ્રેલર ચાલકે બ્રેક મારતાં વિચિત્ર અકસ્માત

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોને લઇ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અમરાવતી બ્રિજ પર બસ અને મારુતિ ફન્ટી કાર વચ્ચે અકસમાત સર્જાયો હતો. જોકે સદનશીબે કોઈને ઇજા થઈ નહોતી. જ્યારે નવજીવન હોટલ પાસે રાહદારીઓને બચવવા જતાં ટ્રેલર ચાલકે મારેલી બ્રેકને લઇ વિચિત્ર અકસમાત સર્જાયો હતો. ટ્રેલરમાં રહેલા ભારે પાઇપનો જથ્થો કેબીન તરફ ધસી આવતાં કેબીનનો ખુરદો બોલી ગયો હતો. જોકે કેબીનમાં બેઠેલા ડ્રાઈવર-ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર મંગળવારના રોજ અકસમાતોની હારમાળા સર્જાયી હતી. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાજપીપલા ચોકડી તેમજ અન્સાર માર્કેટ પાસે નાના અકસમાતને બાદ કરતાં અમરાવતી બ્રિજ પર એસટીબસ અને મારુતિ કાર વચ્ચે અકસમાત થયો હતો. કાર પાછળ બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે તેમાં સદનશીબે કોઈ જાનહાની પહોંચી નહોતી.

બીજા અસક્માતમાં સુરતથી અમદાવાદ તરફ ભારે પાઇપ લાઈને આવી રહેલી ટ્રેલરનો નવજીવન હોટલ અને તાપી હોટલ પાસે વિચત્ર અકસ્માત થયો હતો. જેમાં રાહદારીને બચાવા માટે ટ્રેલર ચાલકે જોરદાર બ્રેક મારતાં ટ્રેલરમાં રહેલ બાંધેલ પાઇપોનો જથ્થો કેબીન તરફ ધસી આવ્યો હતો. જેમાં કેબીનનો ભાગ અને રોડ વચ્ચે સેન્ડીવીચ બની ગયો હતો. આખું કેબીન કચ્ચરઘાણ વળી ગયું હતું. સદ્દનસીબે અંદર બેઠેલા ડ્રાઈવર ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

Read the Next Article

ડેડિયાપાડામાં આપની MLA ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા, આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું

New Update
  • દેડિયાપાડામાં આપની યોજાઈ વિશાળ જનસભા

  • MLAચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા

  • આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો 

  • અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

  • ગોપાલ ઇટાલિયાએ ચૈતરની ધરપકડને ખોટી ગણાવી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાના'ખોટા કેસ અને ધરપકડ'ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાંAAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા,હેમંત ખવા,આપ મહામંત્રી સાગર રબારી,યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરૂ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતરને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરૂ કરી છે. ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે,તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એને ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે'જેલના તાળા તૂટશે,ચૈતર વસાવા છૂટશે'ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી. આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અનેAAPકાર્યકરો ઉમટી પડ્યા હતા,જે ચૈતર વસાવાના સમર્થનમાં મજબૂત જનમત દર્શાવે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ચૈતર વસાવાએ વડોદરા જેલમાંથી લખેલા આદિવાસી સમાજના સમર્થનમાં આપેલો મેસેજ વાંચી સંભળાવ્યો હતો.

દેડિયાપાડાથી સંબોધન કરતા આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હૂંકાર કર્યો હતો કે, 'આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજ અને ચૈતર વસાવા સાથે અડીખમ ઉભી છે. જ્યારે પણ ભાજપ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે ત્યારે આદિવાસી સમાજ વતી લડવા આમ આદમી પાર્ટી હંમેશા હાજર રહેશે.

આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, 'ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં આદિવાસી સમાજના હકના2500કરોડ રૂપિયા ખાઈ ગયા છે.તેમણે દાવો કર્યો કે,ચૈતરએ આ કૌભાંડનો ખુલાસો કર્યો એટલે ભાજપે તેમને જેલમાં ધકેલી દીધા છે.ઈટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનમાં જણાવ્યું કે, 'જ્યારે પણ ચૈતરને જરૂર પડી ત્યારે જનતા અને આખી આમ આદમી પાર્ટી હાજર રહી છે અને રહેશે..

Latest Stories