અરવલ્લી:કોન્ટ્રાક્ટરોની બેદરકારીનું ભંગાણ, ત્રીજીવાર પાણીની પાઈપ લાઈન તૂટી

New Update
અરવલ્લી:કોન્ટ્રાક્ટરોની બેદરકારીનું ભંગાણ, ત્રીજીવાર પાણીની પાઈપ લાઈન તૂટી

ઉનાળાનો મધ્યાહને તપી રહ્યો છે મોડાસા નગરપાલિકા તંત્ર માઝુમ જળાશયમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાછતાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય તો પાણીની તંગી નગરજનોને ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે એકાંતરે પાણીનો જથ્થો શહેરીજનોને નગરપાલિકા પૂરો પાડી રહી છે. બીજીબાજુ મોડાસા ચાર રસ્તા થી મેઘરજ બાયપાસ ચોકડી સુધી ફોરલેન બનાવવા કામગીરી હાથધરી છે તેમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીના પગલે શહેરીજનોને પુરા પાડતી પીવાના પાણીની પાઈપલાઈનમાં જેસીબી મશીન થી ત્રીજી વાર ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડતા ભાર ઉનાળે અષાઢી માહોલનું સર્જન થયું હતું. હજારો લીટર પાણીનો વેડફાટ થતો નગરજનોમાં આક્રોશ ફેલાયો હતો.

મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં વિકાસના કાર્યો તો ચાલી રહ્યા છે વિકાસના કામો પ્રજાજનો અને નગરપાલિકા તંત્ર માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા હોય તેવી સતત ઘટનાઓ બની રહી છે. મેઘરજ રોડ ફોરલેન બનાવવા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે જેમાં કોન્ટ્રાકટરની બેદરકારીના ભોગે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો વધુ એકવાર રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા જેસીબી મશિનથી પીવાના પાણીની પાઇપ લાઇનો તૂટવાની ઘટનાઓ યથાવત જોવા મળી હતી મેઘરજ રોડ પર રસ્તો પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે.

ત્યારે ઉમિયા મંદિરની સામેની બાજુએ પાણીની પાઇપલાઇન પર જેસીબી ફરી વળતા પાઇપ લાઇન તૂટી જતાં હજારો લીટર પાણીનો વેડફાય થયો હતો. મહત્વનું છે કે, આ પહેલા પણ ત્રણ વાર પ્રકારની ઘટનાઓ બની ચૂકી છ, તેમ છતાં કોન્ટ્રાક્ટરો બેફામ રીતે જોયા વિના ખોદકામ કરી રહ્યા હોય તેનું લાગી રહ્યું છે. જો કે સવાલ એ થાય છે કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે. શું કોન્ટ્રાક્ટરોને પાઇપ લાઇન અંગે જાણ નથી..? જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર ફરકતા ન હોવાથી સતત પાણીં ના વ્યયની ઘટનાઓ બહાર આવી રહી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.