દાહોદ જિલ્લાના સારમરિયા ગામે તળાવમાં ડુબવાથી 5ના મોત. એકનો આબાદ બચાવ

New Update
દાહોદ જિલ્લાના સારમરિયા ગામે તળાવમાં ડુબવાથી 5ના મોત. એકનો આબાદ બચાવ

દાહોદ જિલ્લાના સારમારિયા ગામે બપોરે તળાવમાં માછીમારી કરવા ગયેલ 6 જણા પૈકી 4મહિલા અને એક યુવાનનું ડુબી જતાં મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવકનો આબાદ બચાવ થવા પામ્યો છે. બનાવ સંદર્ભે તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સારમારિયાંગાંમે આવેલા તળાવમાં બપોરના સમયે ગામના બારિયા અને વસૈયા પરિવારની મહિલા અને યુવાનો માછીમારી કરવા ગામ તળાવમાં ગયા હતા. બપોરના સમયે માછીમારી કરતી વેળાએ એકાએક 3 યુવતી અને એક મહિલા ડુબી જવાના કારણે મોત નિપજ્યુ હતું. જ્યારે એક યુવકનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે માછીમારી કરી રહેલ એક યુવાનનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ગામના તળાવમાં ડુબી જવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં ગામ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરોક્ત ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.