Connect Gujarat
ગુજરાત

નર્મદાઃ સાગબારા તાલુકામાં ભારે વરસાદ, ભોરઆંબલી ગામ પાણીમાં ગરકાવ

નર્મદાઃ સાગબારા તાલુકામાં ભારે વરસાદ, ભોરઆંબલી ગામ પાણીમાં ગરકાવ
X

ભોર આંબલી ગામની નજીકથી પસાર થતી નદીમાં સુરક્ષા દિવાલ ન હોવાથી ગામમાં પાણી ઘુસ્યા

નર્મદા જિલ્લાનાં સાગબારા પંથકમાં બારે વરસાદ થવાના કારણે અનેક ગામોમાં નદીઓ છલકાતાં પાણી ઘરોમાં ઘુસ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે ગામની નજીકથી પસાર થતી નદીઓમાં પુર આવતાં ગાંડીતૂર બની છે. ભોર આંબલી ગામ નજીકથી પસાર થતી નદી ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘુસી આવ્યા છે. લોકોએ તંત્ર પાસેથી મદદની માંગણી કરી છે.

સાગબારા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે ભોર આંબલી ગામે વરાસાદી પાણીએ તારાજી સર્જી છે. ગામની નજીકથી પસાર થતી નદીમાં સુરક્ષા દિવાલ નહીં હોવાથી ગામમાં પાણી ઘુસી આવ્યાં છે. લોકોનાં ઘરોમાં પાણી ભરાતાં ભારે મુસ્કેલીમાં મુકાયા છે. ગામમાં વીજળી પણ ડૂલ થઈ જતાં લોકોને બીજા ગામમાં જોઈને આશરો લેવો પડો તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સાથો સાથ ઢોર ઢાંખર પણ ગામમાં આવેલા નદીના પુરને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકો હાલ તો તંત્રની મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

Next Story