નવસારી ધામણ ગામ પાસે બિલ્ડરોએ પગાર ના આપતા મેનેજરે કર્યો આપઘાત

New Update
નવસારી ધામણ ગામ પાસે બિલ્ડરોએ પગાર ના આપતા મેનેજરે કર્યો આપઘાત

વર્ષોની મહેનતના અંતે લેવાના લાખો રૂપિયા ચાર શેઠિયાઓએ ન આપતા સુરતના સુપરવાઇઝર અમૃત સોનવણેએ આર્થિક ભીંસમા આવી નવસારીના ધામણ ગામની વાડીમા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા પૂર્વે અમૃતે પોતાના મોબાઈલમાં તેની આપવીતી તેમજ લાખો રૂપિયા લેવાના હોવાનો વિડિયો પોતે જ ઉતારી અને આત્મહત્યાનો વિડિયો પણ સોશ્યલ મિડીયામા વાયરલ કર્યો હતો. સુરતના ચાર બિલ્ડરોએ અમૃતને છેલ્લા 6 મહિનાથી પગાર પણ ન મળતા સ્થિતિ કફોડી બની હતી.

સાથે જ ગત ત્રણ દિવસથી અમૃત ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ કરી હતી. પરંતુ આજે સવારે નવસારીના ધામણ ગામેથી અમૃતની આત્મ્હત્યા કરી લેતા પરિવારજનો શોક્મા ગરકાવ થયા છે. જ્યારે નવસારી ગ્રામ્ય પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.