Connect Gujarat
ગુજરાત

ભરુચ : ઉનતી અને એકતા નગરમાં GEBના હાઇવોલ્ટેજના કારણે ઇકેટ્રોનિક ઉપકરણો થયું નુકશાન

ભરુચ : ઉનતી અને એકતા નગરમાં GEBના હાઇવોલ્ટેજના કારણે ઇકેટ્રોનિક ઉપકરણો થયું નુકશાન
X

ભરુચની મામલદાર જૂની મામલતદાર ઓફિસની સામે આવેલ ઉનતી નગર અને એકતા નગર સોસાયટીમાં સાંજના સમયે જ્યારે ત્યાંના રહેવાસીઓ પોતાના ઘર પરિવાર સાથે જમવા બેઠા હતા તો કેટલાક આરામ કરતા હતા. તે દરમીયાન અચાનક ઘરના વીજ ઉપકરણોમાં ધુમાડા સાથે ધડાકા થતા લોકો અવાક થઈ ગયા હતા.

આ બનાવ બનતાની સાથે જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.લોકો દોડીને ઘરના મેંન સિવિચ બંધ કરી પોતાના ઘરોની બહાર નીકળી આજુબાજુ જોતા એ આખા વિસ્તારમાં GEBના હાઇવોલ્ટેજના કારણે 15 થી પણ વધુ લોકોના ઘરે ટીવી ફ્રીજ પંખા ઉડી ગયાની ફરિયાદ એક બીજાને કરતા દેખાયા હતા.

આ બનાવની જાણ રહેવાસીઓએ GEBમાં કરતા GEB કર્મચારી ઘટના સ્થળે પહોંચી તપાસ કરી લોકોને દિલાશો આપી લાઈટ આવી જશે હમણાં તેવી વાત કરી ત્યાંથી જતા રહયા હતા.જે કારણ થી લોકોમાં આક્રોશ સાથે અમારા નુકશાનની ભરપાઈ કોણ કરશે તેવું મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યું હતું.

Next Story