Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ડેન્ટિસ્ટે બનાવ્યા ચોકલેટમાંથી ગણેશજી, બાદમાં જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચશે

ભરૂચઃ ડેન્ટિસ્ટે બનાવ્યા ચોકલેટમાંથી ગણેશજી, બાદમાં જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચશે
X

ઈકો ફ્રેન્ડલી ગણેશની વાતો વચ્ચે પણ પર્યાવરણ જાગૃતિ માટે લોકો દ્વારા નથી લેવાતા કોઈ પગલાં

ભરૂચ શહેરના એક દંત ચિકિત્સકે શુદ્ધ દૂધ અને ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે. આ ચોકલેટનાં ગણપતિને દૂધમાં મિશ્રિત કરવામાં આવશે. બાદમાં ગરીબ બાળકોને ખવડાવવામાં આવશે. તેમનાં આ સરાહનીય પ્રયાસને અન્ય લોકોએ આવકાર્યો હતો.

વ્યવસાયે દંત ચિકિત્સક એવા ડો. હિરલ પંડ્યાએ ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી સૌને આકર્ષિત કર્યા છે. માત્ર એટલું જ નહીં પણ ઈકોફ્રેન્ડલી ગણેશાનો પણ સંદેશો પાઠવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, "હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં "સ્પાઇડરમેનથી લઈને બાહુબલીનાં કેરેક્ટરમાં આ વર્ષે ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ તે તમામ પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)માંથી બનેલી છે. જે આખરે આપણાં જળ મંડળોમાં પ્રદૂષણ ફેલાવે છે. આજે આપણે માતૃભૂમિ બચાવવા અને તેને લીલા અને તંદુરસ્ત રાખવા વિશે વાત કરી રહ્યા છીએ. તો પછી તેના પર અભિયાન શકરવાનું કેમ ભૂલી જઈએ. એજ હેતુ સાથે મારી બહેન સાથે મળીને અમે કંઈક જૂદું કરવાનું નક્કી કર્યું. જે ખુશી ફેલાવી શકે. અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરી શકે. અમે તદ્દન અલગ રીતે ગણેશ ચતૂર્થી ઉજવવાનું નક્કી કર્યું છે. તેથી અમે આશરે 12 થી 15 ઇંચના ચોકલેટ ગણેશજીને આઠ કલાકમાં 10 કિલો ચૉકલેટ સાથે બનાવ્યાં છે. 1 દિવસ પછી અમે ગણેશને દૂધમાં ડૂબાવી દઈશું, જે બાદ ચોકોલેટ દૂધને શહેરમાં વંચિત બાળકોમાં પીરસી દેવામાં આવશે. "

હિરલ પંડ્યાના બહેન ખુશ્બુ પંડ્યાએ જણાવ્યું હતું કે, "જ્યારે લોકો ભક્તિ અને ધર્મના નામે પ્રદૂષણ ફેલાવે છે ત્યારે મને તે દુઃખ થાય છે. ગણેશ મંડળો પીઓપીથી બનેલા દર વર્ષે વિશાળ ગણસ્થાની મૂર્તિ બનાવવાની સ્પર્ધામાં તેમની પોતાની જાતને ઉતારે છે. જે વાસ્તવમાં પ્રદૂષણનું સર્જન કરે છે. ભગવાનને અનાદર કરીને અને પ્રકૃતિ પ્રત્યે બેજવાબદાર થઈએ છીએ. અને તેથી જ સમાજમાં હકારાત્મક સંદેશો ફેલાવવા માટે અમે ગણેશને ચોકલેટનાં બનાવવાનો પ્રયાસ કર્યો. તમામ ધાર્મિક ઉજવણી કર્યા પછી અમે જરૂરિયાતમંદ લોકોમાં ચોકલેટ દૂધનું વિતરણ કરીશું."

Next Story