રાજકીય પક્ષોને મળતા ફંડ અંગે પારદર્શકતા લાવવા PM મોદીની કવાયત 

New Update
રાજકીય પક્ષોને મળતા ફંડ અંગે પારદર્શકતા લાવવા PM મોદીની કવાયત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજકીય પક્ષોને મળતા ફંડ અંગે પારદર્શકતા લાવવા ચૂંટણી પંચ ને વિનંતી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ એક રેલીમાં જણાવ્યુ હતુ કે તેઓએ વિરોધ પક્ષના સભ્યોને સંસદના સત્રના અંતમાં રાજકીય પક્ષોને મળતા ફંડ તેમજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાના મુદ્દે ચર્ચા કરવા કહ્યુ હતુ.

આ સાથે તેમને કહ્યુ હતુ કે મે તમામ નેતાઓને વિનંતી કરી હતી કે દેશ આપણા પાસે ઈમાનદારીની અપેક્ષા રાખે છે અને અત્યારે રાજકીય પક્ષો સામે અવિશ્વાસ છે તો એ દૂર કરવાની જવાબદારી આપણી જ છે તેથી લોકો આપણામાં વિશ્વાસ રાખે.

વધુમાં તેમને ઉમેર્યું હતુ કે ફંડના મુદ્દે મારી વિનંતી છતા કોઈ ચર્ચા કરવામાં આવેલ નથી તેથી આ અંગે આગળ પગલા લેવા અને રાજકીય પક્ષો પર દબાણ સર્જવા મેં ચૂંટણી પંચને દરખાસ્ત કરી છે અને અમારી સરકાર દ્વારા રાષ્ટ્રની તરફેણમાં જે નિર્ણય હશે તેને સ્વીકારીને અમલમાં મુકવામાં આવશે.

Read the Next Article

વાયુસેના મિગ-21 ફાઇટર જેટને દૂર કરશે, જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

મિગ-21 ને "ઉડતી શબપેટી" પણ કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની સાથે સંબંધિત ઘણા અકસ્માતો થયા છે, જેમાં ઘણા પાઇલટ્સે પોતાના જીવ ગુમાવ્યા છે.

New Update
fighter

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેના જૂના મિગ-21 ફાઇટર જેટને તબક્કાવાર રીતે દૂર કરશે. આ વિમાનનું સંચાલન કરતી સ્ક્વોડ્રન હાલમાં રાજસ્થાનના નાલ એરબેઝ પર છે. આ વિમાનોને સ્વદેશી રીતે વિકસિત હળવા લડાયક વિમાન (LCA) તેજસ માર્ક 1 એ દ્વારા બદલવામાં આવશે. સંરક્ષણ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

મિગ-૨૧ ફાઇટર એરક્રાફ્ટ દાયકાઓથી ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ રહ્યા છે, પરંતુ વારંવાર થતા અકસ્માતો અને અપ્રચલિતતાને કારણે, તેમને સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિગ-21 ને "ઉડતી શબપેટી" પણ કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેની સાથે સંબંધિત ઘણા અકસ્માતો થયા છે, જેમાં ઘણા પાઇલટ્સે પોતાના જીવ ગુમાવ્યા છે.

મિગ-21 ની નિવૃત્તિ પછી, તેને સ્વદેશી તેજસ માર્ક 1એ ફાઇટર એરક્રાફ્ટ દ્વારા બદલવામાં આવશે. તેજસની ડિલિવરીમાં વિલંબને કારણે, મિગ-21 ને તેનું આયુષ્ય ઘણી વખત વધારીને ઉડાનમાં રાખવામાં આવ્યું હતું.

તેજસ માર્ક-1A ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

તેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA) રડાર, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ ક્ષમતા અને અદ્યતન ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ સહિત અનેક આધુનિક ઉપકરણોનો સમાવેશ થાય છે.

MiG-21 ને સૌપ્રથમ 1963 માં ટ્રાયલ ધોરણે સેવામાં મૂકવામાં આવ્યું હતું. આ રશિયન બનાવટનું જેટ 2000 ના દાયકાના મધ્ય સુધી વાયુસેનાની કરોડરજ્જુ રહ્યું અને ત્યારબાદ સુખોઈ Su-30MKI આવ્યું.

ઓક્ટોબર 2023 માં, નંબર 4 સ્ક્વોડ્રનના MiG-21 ફાઇટર જેટે રાજસ્થાનના બાડમેર શહેર ઉપર છેલ્લી વખત ઉડાન ભરી. તત્કાલીન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ VR ચૌધરીએ કહ્યું હતું કે, "અમે 2025 સુધીમાં MiG-21 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનું બંધ કરીશું અને તેને LCA માર્ક-1A દ્વારા બદલવામાં આવશે."