સોની મેક્સને સુલતાનના ટીવી પ્રિમીયરથી 50 કરોડની થઇ આવક

New Update
સોની મેક્સને સુલતાનના ટીવી પ્રિમીયરથી 50 કરોડની થઇ આવક

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ સુલતાનના નામે એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો છે. હિન્દી ફિલ્મોની ચેનલ સોની મેક્સને સુલતાન ફિલ્મના ટેલિવીઝન પ્રિમીયરથી 50 કરોડની કમાણી થઇ છે. જે એક રેકોર્ડ છે.

યશરાજની આ ફિલ્મમાં સલમાન ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાની ચેનલ સોની મેક્સ પર ફિલ્મ સુલતાન ગઇ કાલે રાત્રે દર્શાવવામાં આવી હતી.

આ ફિલ્મે વિશ્વભરમાં અત્યાર સુધી 585 કરોડનો બિઝનેસ કરી દીધો છે. સોની મેક્સ ચેનલે દાવો કર્યો છે કે એડવર્ટાઇઝમેન્ટના બધા સ્લોટ પહેલાથી જ બુક થઇ ગયા હતા.