/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/56023c57-4fed-408c-ae97-023308c07754-1.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે નવરાત્રીનાં પાવન અવસર નિમિત્તે માતૃપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
માતૃદેવો ભવઃ ની ભાવનાને ઉજાગર કરવા માટે આસો નવરાત્રીનાં પ્રથમ દિવસે અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનાં અનેરા ઉત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસર નિમિત્તે શાળામાં નાની મંડળી થી લઈને ધોરણ 10માં અભ્યાસ કરતા અંદાજીત 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ પોતાની માતાને કુમકુમ તિલક કરીને માતૃપૂજન કર્યુ હતુ.
આ પ્રસંગે ઝઘડીયાનાં શારદા મઠનાં મીરા માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા. જ્યારે ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, સંસ્કારદીપ ટ્રસ્ટનાં એન.કે.નાવડીયા,શાળાનાં આચાર્ય જયશ્રીબેન શેઠ, નિયામક સુધાબેન વડગામા, નરેશ પુંજારા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.