/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-47.jpg)
અમદાવાદના ખોખરા પોલીસે પોતાની માનવતા દાખવીને માનવતાનો સંદેશ આપતા કરુણાની મહેક પસરાવી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર વિસ્તારમાં ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની નજર આ આધેડ પર પડતા તેની વ્યથાનો તાગ મેળવતા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને પોલિસ ઇન્સ્પેક્ટર દ્વારા તેની સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખડેપગે ઉભા રહી સારવાર કરાવવામાં આવી હતી.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમા વષોઁ પહેલા રહેતા અને મિલ બંધ પડતા તેમજ પરિવાર થી અલગ થઈને દેવાના ડુંગરમા ડુબી જઈને સર્વસ્વ ગુમાવી દીધેલ આધેડ બાવન વર્ષેના આધેડ રસ્તા પર ફરી ને રામરોટી ખાઈને જીવન વ્યતિત કરતો આધેડ પંદરેક દિવસથી કામના મળતા અને પગમા અકસ્માતે ઈજાગ્રસ્ત બનતા હાટકેસવર સર્કલ પાસે સમશાન ગૃહની સામે વરસતા વરસાદ મા તેનો પગ સતત પલળતા પરુ થયા બાદ તે સડી જતા તેમજ કીડા ઓ સાથે જીવડાઓ પડીને ખદબદતા પગ સાથે લાચાર નિસહ્યાય હાલતમા રહેતા આધેડની મદદે ખોખરા પોલિસ ઈન્સપેકટર તેમજ સ્થાનિક કોરપોરેટર અને સ્થાનિક કાર્યકરોએ પહેલ કરી તેને સારવાર માટે AMCની મણીનગરની એલ.જી હોસ્પિટલમા ખસેડીને તેની સાથે હોસ્પિટલમા ખડેપગે રહ્યીને સારવાર કરાવવામાં આવી હતી તથા માનવતાનો સંદેશ આપ્યો હતો.