અમદાવાદ :  વટવા નજીક રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે કરી આત્મહત્યા

New Update
અમદાવાદ :  વટવા નજીક રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે કરી આત્મહત્યા

અમદાવાદના વટવા નજીક આવેલાં રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે આત્મહત્યા કરી હતી. ગઈકાલે રાતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લખધીરસિંહ ગોહિલે પડતું મુકી આપઘાત કર્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલની લાશ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. વટવા પોલીસ કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં વટવા પોલીસ અકસ્માતે મોત નોંધી ઘટના અંગે તપાસ હાથ ધરી છે.