Connect Gujarat
ગુજરાત

અમરેલી: લુંટ કરવાના ઇરાદે ખુની ખેલ ખેલતા દેવી પુજક ગેંગના ૯ ખુખાર ગુનેગારો ઝડપાયા

અમરેલી: લુંટ કરવાના ઇરાદે ખુની ખેલ ખેલતા દેવી પુજક ગેંગના ૯ ખુખાર ગુનેગારો ઝડપાયા
X

લુંટ કરવાના ઇરાદે ખુની ખેલ ખેલી અંધારામાં ઓઝલ થઇ જતી ખતરનાક દેવી પુજક ગેંગના ૯ ખુખાર ગુનેગારોને ઝડપી લઇ સમગ્ર ગુજરાતમાં આચરેલ હત્યા, લુંટ, ચોરીઓના કુલ-૧૫(હત્યા સાથે લુંટ-૬,લુંટ-પ, ચોરી-૪) ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે.

અમરેલીની પોલીસ ટીમ તથા એસ.ઓ.જી. ટીમએ બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપુજક ગેંગની પુછપરછ કરતા-૭ (સાત) હત્યા તથા અન્ય લુંટનાં ગુન્હામાં કુલ-૯ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ ટોળ્કીએ અમરેલી જીલ્લામાં આચરેલ ગુન્હાનમાં ગઇ તા.૦૯/૦૬/૨૦૧૯ નાં રોજ દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન એ રીતેનાં રાત્રીનાં સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી, વતી જીવલેણ ગંભીર ઇજાઓ કરી તેઓએ પહેરલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૫૨,૫૦૦/- ની લુંટ કરી જીવલેણ ઇજાઓ કરી ખાટલા સાથે બાંઘી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ કરી નાશી ગયેલા હતા.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગર તથા પોલીસ અધિક્ષક, અમરેલી દ્વારા જાતે બનાવની વિગતોનો અભ્યાસ કરી ચોકકસ એકશન પ્લાન બનાવી એલ,સી.બી., એસ.ઓ.જી. તથા લોકલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી એકશન પ્લાન મુજબની કાર્યવાહી નું સતત મોનીટરીંગ કરી રહ્યા હતા.દરમ્યાન અમરેલી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગુજરાતની સૌથી મોટી દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા.

આમ પોલીસે ગુજરાત રાજયની સૌથી મોટી દેવીપુજક ગેંગનો પર્દાફાસ કરી દેવીપુજક ગેંગના ખુખાર ગુનેગારોને ઝડપી લેવામાં સફળતા મેલવી ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ, ઉજીબીન ઉર્ફે બાવલી વા/ઓ ચંદુભાઇ વાઘેલા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝૃપડપટ્ટીમાં તા.જી.બોટાદ, વિશુ ઉર્ફે નનુ ચંદુભાઇ લખુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ, ફલજી જીલુભાઇ સાઢમીયા રહે. મુળ દુધઘેલી ગામની સીમમાં વાડી વિસ્તાર હાલ રહે.ચોટીલા મફતીયાપરા ચામુંડા ધર્મશાળા ગેસ્ટ હાઉસની પાછળ ચોટીલા જી.સુરેન્દ્રનગર, હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઇ જીલીયા રહે. લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ, કાળુભાઇ લખુભાઇ જીલીયા રહે.લાઠીદડ સ્વામીનારાયણ ગુરૂકુળની પાછળ ઝુપડપટ્ટીમાં તા.જી.બોટાદ, કિશન ઉર્ફે ખીમો બચુભાઇ વાઘેલા હળીયાદ રામદેવપીરના મંદિર પાસે તા.વલ્લભીપુર જી. ભાવનગર, મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઇ સાડમીયા રહે. બોટાદ, હણકુય નવહથ્થા હનુમાનજીનાં મંદિર પાસે, તા.જી.બોટાદ અને મુકેશ ઉર્ફે ભયલુ ભાવું ઉર્ફે બાબુભાઇ વાઘેલા, રહે. હળીયાદ તા.વલ્લભીપુર જી.ભાવનગરને ઝડપીપાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્ય્વાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ દેવીપુજક ગેંગ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જુદા-જુદા જીલ્લાઓમાં સક્રીય હતી. જેને કુનેહ પુર્વક ઝડપી લઇ મનોવૈજ્ઞાનિક ઢબથી પુંછપરછ કરતા આ ખતરનાક દેવી પુજક ગેંગ ધ્વારા ગુજરાત રાજયના અમરેલી સહીત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મળી હત્યા સાથે લુંટ-૬, લુંટ-પ, ચોરી-૪ ગુન્હાઓને અંજામ આપ્યો હોવાનું તેમની પુછપરછ દરમિયાન બહાર આવ્યું હતું.

Next Story