ભરૂચના પાલેજ નજીક આવેલા આમોદ તાલુકાના ઇખર ગામમાં કરસનભાઇ ઉર્ફે રોહિત ઉર્ફે કવિ ઇખર અફસોસવીના નિવાસે રવિવારના રોજ  ખ્યાતનામ કવિઓનો મુશાયરો – કવિ સંમેલન યોજાયું હતું. જેમાં સુરત અને મહુવાના ખ્યાતનામ કવિઓ સર્વ શ્રી દિલીપ ચાવડા “દિલુ”, સૂચિત ચૌહાણ “નસીબ” લાજપુરી, હુજૈફ લાજપુરી, ઉમેશ તામશે “ધબકાર”, કમલેશ રાઠોડ, કવિ ગુલફામ, હિતેશ પટેલ “સાવન”, ભગુ ભાઈ ભીમડા પધાર્યા હતા. કવિ સંમેલનમાં ખાસ યુ કે થી પધારેલા કવિ શ્રી બાબર બંબુસરીએ પણ પોતાની આગવી શૈલીમાં એકતા અને પ્રેમભાવની સુંદર ગઝલો રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.

કોમી એકતા ભાઈચારો દેશપ્રેમ જેવા વિવિધ વિષયો પર કવિઓએ પોતાની ગઝલ કાવ્ય રચનાઓના રસથાળ પીરસી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા મોટા મિયામાગરોલની ગાદીવાળા ડો. પીર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે અધ્યસ્થાને બિરાજી કવિઓની રચનાઓને ભરપૂર દાદ આપી હતી, કાર્યક્રમનું સંચાલન સ્થાનિક કવિ શ્રી મહેબૂબ ઈખરવી એ સંભાળ્યું હતું. સ્થાનિક કવિઓમાં સર્વ શ્રી ઈકબાલ દિવાન, સાલિક બોડા, ઈમ્તિયાઝ પટેલે પણ ગઝલોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતમાં દેશ અને દુનિયામાં અમન અને શાંતિ   માટે પીરઝાદા સાહેબની દુઆઓ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં કાવ્ય પ્રેમીઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here