Connect Gujarat
ટેકનોલોજી

ઇસરો 30 નવેમ્બરના રોજ GSAT-11 સેટેલાઇટ લોન્ચ કરશે

ઇસરો 30 નવેમ્બરના રોજ GSAT-11 સેટેલાઇટ લોન્ચ કરશે
X

ઇસરો સૌથી ભારે 5.7 ટન વજનવાળો સેટેલાઇટ જીસેટ-11 યુરોપના સ્પેસપોર્ટ ફ્રેંચ ગુયાનાથી લોન્ચ કરશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) 30 નવેમ્બરના રોજ અત્યાર સુધીનો સૌથી ભારે 5.7 ટન વજનવાળો સેટેલાઇટ જીસેટ-11 યુરોપના સ્પેસપોર્ટ ફ્રેંચ ગુયાનાથી લોન્ચ કરશે. તેનો મુખ્ય ઉદેશ્ય દેશમાં ઈન્ટરનેટની સ્પીડમાં સુધારો લાવવાનો છે. આ સેટેલાઇટ માટે માનવમાં આવે છે કે તે સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવશે.

આજ વર્ષે એપ્રિલમાં જીસેટ-6Aના અસફળ પ્રક્ષેપણના સમયે સેટેલાઇટનમાં ખામીઓ દૂર કરવાના હેતુથી સેટેલાઇટને ફ્રેંચ ગુયાનાથી પાછો બોલાવામાં આવ્યો હતો. જો કે પરીક્ષણ પહેલા સેટેલાઇટને આ રીતે પાછો બોલાવો એ ઇસરોની કાર્યશૈલીથી વિપરિત હતું, પરંતુ સંસ્થાએ જીસેટ-6Aની અસફળતા પછી સુરક્ષા હેતુથી આ પગલું ભર્યું હતું.

લોન્ચિંગ વિશે શિવને જણાવ્યું કે બધા જ પ્રકારની વાતચીત પછી 30 નવેમ્બરે સેટેલાઇટ લોન્ચ કરવાની સંમતિ મળી છે.

Next Story