/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/kapil-sharma-759.jpg)
ગયા વર્ષે સુનીલ ગ્રોવર સાથે થયેલ ઝઘડા બાદ કપિલ શર્મા અનેક વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. ત્યાર બાદ એની કહેવાતી ગર્લફ્રેન્ડ ગીની સાથેના સંબંધમાં પણ તણાવ ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. અને એની પોતાની તબિયત લથડતા કપિલ શર્મા શો બંધ કરવો પડયો હતો. જોકે હવે તે આ બધામાંથી બહાર નીકળીને એની આગામી ફિલ્મ 'ફિરંગી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ઉપરાંત કપિલ શર્મા એ એક હોલીવૂડ ફિલ્મ સાઇન કરી હોવાની પણ ચર્ચા થઇ રહી છે, અને તે ફરી તેનો શો પણ શરુ કરવા માંગે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ફિરંગીના નિર્માતા રાજીવ ઠિંગરાએ જણાવ્યું હતું કે કપિલને એક હોલીવૂડ ફિલ્મની ઓફર મળી છે અને તેને આ ફિલ્મની પટકથા પણ પસંદ પડી છે. જો કપિલ આ ફિલ્મની ઓફર સ્વીકારશે તો દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા અને સોનમ કપૂરની જેમ હોલીવૂડમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરશે.