કેશોદ તાલુકાના ધેડ ખિરસરા ગામે ગેબનશાહ પીરનો ઉર્ષ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

New Update
કેશોદ તાલુકાના ધેડ ખિરસરા ગામે ગેબનશાહ પીરનો ઉર્ષ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

કેશોદ તાલુકાનાં ધેડ ખિરસરા ગામે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા ગેબનશાહ પીરના ઉર્ષમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોક સાહિત્યકારનાં કલાકારો પૂજાબેન ચૌહાણ, દેવલબેન ભરવાડ, તથા ઈશાકભાઈ નોતીયાર એ પોતા ની આગવી છટામાં કવ્વાલી તથા લોકગીત તેમજ લોક સાહિત્ય નો કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમને માણવા માટે મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ જનમેદની ઉમટી પડી હતી.

કોમી એખલાસના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા ત્યાં આવેલ મહમાનો એ મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમ નાં આયોજક સુમનબેન અલારખાભાઈ પલેજા, અલારખાભાઈ ઈસ્માલભાઈ પલેજા તેમજ દલભાઈ એ ખૂબજ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ ને ખૂબજ સરસ રીતે પાર પાડયો હતો.

Latest Stories