ગુજરાતની નવીન વોટર મેનેજમેન્ટ પધ્ધતિ વિશ્વમાં બની જાણીતી

New Update
ગુજરાતની નવીન વોટર મેનેજમેન્ટ પધ્ધતિ વિશ્વમાં બની જાણીતી

નવી નિમણૂક પામેલા 181 આઇએએસ અધિકારીઓને ગુજરાતમાં વિકસેલી જળ સંચયનની નવી ટેકનિક અંગે તાલીમ આપવામાં આવશે. ભુંગરૂ તરીકે જાણીતી આ પધ્ધતિ અમદાવાદના કપલના દિમાગની ઉપજ છે.

આ પધ્ધતિનો સફળતાપૂર્વક ટેસ્ટ કરાયા બાદ છેલ્લા 10 વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિને વર્લ્ડ બેન્ક ઇન્ડિયા ડેવલપમેન્ટ માર્કેટપ્લસ 2007માં ગરીબી દૂર કરવાની સૌથી નવીન પધ્ધતિ તરીકે ઓળખવામાં આવી હતી. ભુંગરૂ પધ્ધતિને યુએનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આ પધ્ધતિ ખેડૂતોને બે રીતે મદદ કરે છે. ચોમાસા દરમિયાન જમીનને પાણીથી ભરાઇ જવામાં મુક્ત રાખે છે. તેમજ બીજી સિઝનમાં પૂરતા પાણીની સગવડ પૂરી પાડે છે.

ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો અસંતૃપ્ત ભૂગર્ભ સ્તરમાં સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે સૂકી ઋતુ હોય છે ત્યારે પાણીને ભૂગર્ભમાંથી ખેંચવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન તેમના પરિવારને ખોરાકની સલામતી મળે છે. તે સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.

ભુંગરૂના 132 યુનિટના કારણે આશરે 6200 ગરીબ ખેડૂત મહિલાઓને ફાયદો થયો છે અને હવે કેન્દ્ર સરકારે 2015ની બેચના આઇએએસના અધિકારીઓને લાઇવલીહુડ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ થીમ હેઠળ તાલીમ આપવાનું નક્કી કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ભુંગરૂ પધ્ધતિને વિશ્વસ્તરે આવકાર મળી રહ્યો છે. આ પ્રકારના પ્રોજેક્ટ ઘાના, લિબેરિયા અને થાઇલેન્ડમાં પણ શરૂ કરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.