/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/modi.jpg)
કોંગ્રેસ અગ્રણી અને ગણેશ સુગર ના ચેરમેન સંદીપ માંગરોલા એ મોદી સરકારના જમ્મુ કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણયને આવકારદાયક ગણાવી સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત સુગર ફેડરેશન ના પ્રતિનિધિ મંડળ સાથે મળી અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું છે કે આ એક એતિહાસિક અને હિંમત ભર્યું પગલું સરકારે ભર્યું છે. જે આવકારદાયક છે. પરંતુ કેટલાક લોકો સ્વતંત્રતા સમયે તત્કાલીન નેતૃત્વ એ કરેલી ભૂલને સુધારી એ વાત ખોટી છે.એ સમયની જરૂરિયાત મુજબ કાશ્મીરને ભારત સાથે જોડવા કલમ ૩૭૦ હેઠળ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવેલો હતો.
તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વની દીર્ઘદ્રષ્ટિને કારણે કાશ્મીર આજે ભારતનો અભિન્ન ભાગ છે. ભારતના બંધારણમાં પણ કલમ ૩૭૦ માટે હંગામી જોગવાઈ રાખવામાં આવેલી એનો અર્થ કાયમી વિશિષ્ટ દરજ્જો કાશ્મીરને પંડિત જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આપવાના મતનું ન હતું. આજના સંજોગોને ધ્યાનમાં રાખી મોદી સરકારે જે પગલું ભર્યું છે એ પણ ઉચિત છે. કલમ ૩૭૦ દૂર કરવામાં ગણો વિલંબ થયો એ પણ હકીકત છે.અગાઉની સરકારોએ ન ઝડપી એ તક મોદી સરકારે ઝડપી છે.
પરંતુ આ મુદ્દા ઉપર રાષ્ટ્રીય ભાવના જોડાયેલી હોય તમામ રાજકીય નેતાઓએ રાજકારણ ના અંગત સ્વાર્થથી પર રહી પોતાની ભૂમિકા અદા કરવાની આજની જરૂરિયાત છે. વધુમાં માંગરોલા એ કેટલાક નેતાઓ રાજકીય લાભ ખાતવા માટે પંડિત નહેરુ અને કોંગ્રેસને દોષિત ઠેરવે છે એ અયોગ્ય છે એમ જણાવ્યું હતું.