/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/5.jpg)
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોડલાધાર ગામ પાસે થયેલ લૂંટ નો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે ગત 29 તારીખે ચાર વેપારીઓને આંતરી ધાડ કરી હીરા તથા રોકડ રકમ સહિત કુલ 15 લાખ રૂપિયા ની લૂંટ ચાલવાઈ હતી ત્યારે આજ રોજ રૂરલ LCB અને SOGની ટીમે બાતમીના આધારે કુલ આંટ શખ્સોની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલ્યો છે ત્યારે ચાલો જોઈએ કોણ છે આ શખ્સો અને કઈ રીતે બની હતી લૂંટ અને ધાડની આ સમગ્ર ઘટના .
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોડલાધાર ગામ પાસે હાઇવે પર ગત 29 તારીખે લૂંટ અને ધાડની ઘટના સામે આવી હતી ગત 29 તારીખે જસમતભાઈ મોરડીયા નામના હીરાના વેપારી પોતાના અન્ય ત્રણ ધંધાર્થી મિત્રો સાથે જસદણ તરફ જતાં હતા તે દરમ્યાન એક કારે આંતરી ગાડીને રોકી છરી મારી 14 લાખના હીરા સાથે લાખ રૂપિયા એમ કુલ 15 લાખથી વધુની રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ નાશી છૂટયા હતા . પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર રાજકોટ જિલ્લામાં નાકા બંધી કરી દીધી હતી . પરંતુ તે સમયે પોલીસના હાથમાં આ લૂંટારુઓ આવ્યા ન હતા . પોલીસે તપાસ કરતાં જે વેપારી લૂંટનો ભોગ બન્યા હતા તે વેપારી બોટાદ જિલ્લાના રહેવાસી હતા ત્યારે પોલીસે વધુ તપાસ કરતાં આ લૂંટારુઓ પણ બોટાદના જ હોય તેમજ હીરાના જ વેપાર સાથે સંકડાયેલા હોય પોલીસે વોચ ગોઠવી બાતમીના આધારે ત્રણ શખ્સોને બોટાદથીતો અન્ય પાંચ શખ્સોની રાજકોટથી ધરપકડ કરી હતી.
કઈ રીતે ઘડાયો હતો પ્લાન
આ સમગ્ર લૂંટનો માસ્ટર પ્લાન બનાવનાર હતો આઠ લૂંટારુમાનો એક જયેશ રામજી કણજારિયા . જયેશને રૂપિયાનો દેવું વધુ ગયું હોવાથી તેને તેના અન્ય મિત્રો સાથે બેસી આ સમગ્ર પ્લાન બનાવ્યો હતો જયેશ અને તેના મિત્રોએ એક મહિનો સુધી આ હીરાના વેપારીઓની રેકી કરી હતી . અને જયેશ તેમજ અન્ય શખ્સો પણ ક્યાંકને ક્યાંક હીરાના વેપાર સાથે સંકડાયેલ હોય . લૂંટ થઈ ગયા પછી હીરાને ક્યાં વહેંચવા અને કઈ રીતે સગે વાગે કરવા તેનો પણ જયેશ જાણકાર હતો . જયેશને ખ્યાલ આવી ગયો હતો કે લૂંટની ખબર પોલીસને મળી ચૂકી છે એટલે પોતે ગામડાઓના રસ્તાઓ મારફત તે રાજકોટ પહોંચ્યો હતો . અને ત્યાર બાદ પોતાની કારનો રંગ રૂપ બદલીને પોતે લૂંટ સમયે તે રાજકોટમાં હતો તેવા નકલી પુરાવાઓ પણ તેને પોલીસની આંખમાં ધૂલ ઝોંકવા બનાવી તૈયાર કરી લીધા હતા .
એક કહેવત છે કે કાનૂન કે હાથ બહોત લંબે હોતે હે તેવા જ આ કિસ્સામાં લૂંટારુઓએ પોલીસને ગમે તેટલા ગેર માર્ગે દોરવાની કોશિસ કરી પરંતુ ગ્રામ્ય LCB અને SOGની ટીમે સતત દિવસ રાત એક કરીને પણ આ લૂંટને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ જયેશ સહિત આંઠ શખ્સોને જેલના સળિયા ગણતાં કરી દીધા